મુંબઈ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું કે, જો લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા હોય અને આવી સમસ્યાઓનું સમાધાન ન કરવામાં આવે તો લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ કરી શકે છે. રાઉતે શિવસેનાના મુખપત્ર 'સામના'માં દાવો કર્યો કે, કોરોના વાઇરસ વૈશ્વિક રોગચાળાને કારણે 10 કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે અને 40 કરોડથી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. રાજ્યસભાના સભ્યએ કહ્યું કે મધ્યમ વર્ગના લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે, જ્યારે વેપાર અને ઉદ્યોગોને આશરે ચાર લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જો સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો લોકો વડા પ્રધાનના રાજીનામાની માગ કરી શકે છે: સંજય રાઉત - દેશમાં બરોજગારી
શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું કે, જો સમસ્યાઓનું સમાધાન ન કરવામાં આવે તો લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ કરી શકે છે.

રાઉતે કહ્યું કે, 'લોકોની ધીરજની એક મર્યાદા છે. તેઓ માત્ર આશાઓ અને વચનો પર જીવી શકતા નથી. વડા પ્રધાન પણ આ વાત પર સંમત હશે કે ,ભગવાન રામનો 'વનવાસ' પૂરો થઇ ગયો છે છતાં, હાલની પરિસ્થિતિ મુશ્કેલમાં છે. પહેલાં કોઈએ પણ પોતાના જીવન વિશે એટલું અસુરક્ષિત નથી અનુભવ્યું. તેમણે કહ્યું કે, "ઇઝરાઇલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે અને કોરોના વાઇરસ વૈશ્વિક રોગચાળા અને આર્થિક સંકટને પહોંચી વળવામાં નિષ્ફળતા માટે તેમના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આ જ સ્થિતિ જોઇ શકાય છે.
કેન્દ્ર પર નિશાન બનાવતા, રાઉતે કોરોના વાઇરસની પરિસ્થિતિ અને "આર્થિક સંકટ" સાથે કામ કરવા માટે લીધેલા "પગલાઓ" નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાંચ રાફેલ વિમાનોને સુરક્ષિત રાખવા માટે અંબાલા એરફોર્સ બેઝની આજુબાજુ કલમ 144 લાગુ કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે સુખાઇ અને એમઆઈજી વિમાન પણ રાફેલ પહેલા ભારત આવ્યા હતા પરંતુ આવી "ઉજવણી" અગાઉ ક્યારેય નહોતી થઈ. તેમણે પૂછ્યું કે, "બોમ્બ અને મિસાઇલ ક્ષમતાથી સજ્જ રાફેલ વિમાન બેરોજગારી અને આર્થિક પડકારોના સંકટને સમાપ્ત કરવાની સંભાવના ધરાવે છે?"