સૈમ ગુરૂવારે નામધરમાં રસ્તાના ચોક પર એક ઘટનામાં ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
નાગરિકતા વિરોધઃ 'સૈમ'ની યાદમાં લોકોએ પ્રગટાવી મીણબતીઓ, આસૂ નેતાઓએ કરી પરિવાર સાથે મુલાકાત - Gujarati News
ગુવાહાટીઃ આસામની રાજધાની ગુવાહાટીમાં હતીગાંવથી લઇને નામધર સુધી સ્થાનિકોએ સૈમ સ્ટેફર્ડની યાદમાં રસ્તાઓ પર મીણબતીઓ અને માટીના દિપકો પ્રગટાવ્યા હતા. જેનું કથિત રૂપથી બે દિવસ પહેલા શહેરમાં થયેલા ગોળીબારમાં મૃત્યું થયું હતું.
'સૈમ'ની યાદમાં લોકોએ સળગાવી મીણબતીઓ, આસૂ નેતાઓની પરિવાર સાથે ભેટ
વ્યવસાયે ડ્રમર સૈમ તલાસીલ પ્લેગ્રાઉન્ડથી પરત ફરી રહ્યો હતો, જ્યાં પ્રસિદ્ધ ગાયિકા જુબીન ગર્ગે નાગરિક્તા સંશોધન બિલ વિરૂદ્ધ પ્રદર્શનકારીઓની સાથે એક જૂથતા માટે પ્રસ્તુતિ આપી હતી.