આ પહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુવાહાટીમાં સવારે સાતથી સાંજે 4 કલાક સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ડિબ્રુગઢ પશ્ચિમ, નહરકોટિયા, તેનુઘાટ અને જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ આ જ સમય માટે રાહત આપવામાં આવી છે.
ગુવાહાટી મેડિકલ કૉલેજ હોસ્પિટલ અનુસાર, અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત છે. મહત્વનું છે કે, 11 ડિસેમ્બરે સંસદમાં નાગરિક્તા સંશોધન બિલ 2019 લાગુ થયા બાદ અસમના અમુક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરુ થયું હતું અને 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિના આશ્વાસન બાદ આ એક અધિનિય બન્યો હતો.
મુખ્યપ્રધાને કર્યું ટ્વીટ
અસમના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તમામ વાસ્તવિક ભારતીય નાગરિકો અને અસમના લોકોના અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.