નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસ સામેની લડાઈમાં સીધી પ્રતિક્રિયા મેળવવા માટે રોજ 200થી વધુ લોકો સાથે સીધો સંવાદ કરે છે. આ માહિતી વડાપ્રધાનના કાર્યાલય દ્વારા મળી છે.
કોરોના સંકટમાં PM રોજ 200 લોકો સાથે કરે છે વાતચીત
ભારતમાં કોરોનાનો સંકટ ઘેરો બનતો જાય છે. વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1000 પર પહોંચી છે. આ વચ્ચે જરુરી સુધારા કરવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોજ 200થી વધુ લોકો સાથે ટેલિફોનિક ચર્ચા કરાઈ રહી છે.
કોરોના સંકટમાં PM રોજ 200 લોકો સાથે કરે છે વાતચીત
200 લોકોમાં રાજ્યના મુખ્યપ્રધાનો, રાજ્યપાલો, સ્વાસ્થ્ય પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, ડૉકટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરે છે.
કોરોના સામેની લડાઈ કેવી રીતે અસરકારક બનાવી શકાય. તે માટે પીએમ મોદી દરેક ક્ષેત્રના લોકો સાથે પણ ચર્ચા કરે છે. આ ચર્ચા કરવા માટે મોદીને કેબિનેટ સચિવ અને પીએમના મુખ્ય સચિવ તેમને તમામ જાણકારી આપે છે.