ગૃહ રાજ્ય પ્રધાન જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, બ્રીફ ઓફ પીસ, શાંતિ ભંગ કરનારા ગુનાને રોકવા માટે 4 ઓગસ્ટ 2019થી ઘાટીમાં 5161 લોકોની ધરપકડ થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, હાલમાં પણ 609 લોકો નજરકેદ છે, જેમાંથી 218 તો પથ્થર ફેંકનારા છે.
આ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફરી એક વાર એ જ વાત કહી હતી કે, જમ્મુ કાશ્મીરમાં તંત્રના ઈનપુટ બાદ સ્થિતી સામાન્ય છે અને યોગ્ય સમયે ઈન્ટરનેટની સુવિધા પણ ચાલું કરી દેવામાં આવશે.
ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં સંબોધન કરતા જણાવ્યું કે, દવાઓનો યોગ્ય માત્રામાં જથ્થો છે અને કાશ્મીરમાં કોઈ સમસ્યા નથી.
તંત્રએ ત્યાં સ્વાસ્થ્ય સેવાઓ અને પેટ્રોલ, ડીઝલ તથા કેરોસીન, એલપીજી અને ચોખાની વ્યવસ્થા કરવાનું ધ્યાન રાખ્યું છે. હાલમાં ત્યાં 22 લાખ મેટ્રીક ટન સફરજનનું ઉત્પાદન થવાની આશા છે. તમામ લેંડલાઈન ચાલુ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરતા પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. ત્યાર બાદ અલગ અલગ વિચારધારાના લોકોને અને નેતાઓેની ધરપકડ કરવામાં આવી છે.