ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોંગ્રેસના સૂપડાં સાફ, પ્રભારી પદથી પીસી ચાકોનું રાજીનામું - latest news of delhi

દિલ્હીમાં મળેલી હારના પરિણામે કોગ્રેસમાં રાજીનામાની શરૂઆત થતી જોવા મળી રહી છે. પાર્ટી પરથી લોકોના ઘટના વિશ્વાસના કારણે દિલ્હી કોંગ્રેસ પ્રભારી પદથી પીસી ચાકોએ રાજીનામુંઆપી દીધું છે.

pc-chacpc-
pc-chacko

By

Published : Feb 12, 2020, 2:54 PM IST

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીમાં મળેલી એક પછી એક હારના કારણે કોંગ્રેસ પાર્ટીમાં ખડભડાટ મચ્યો છે. 11 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ દરમિયાન કોંગ્રેસ નેતા જગદીશ શર્માએ દિલ્હીના કોંગ્રેસના પ્રભારી પીસી ચાકોએ રાજીનામની માગ કરી હતી.

બુધવાર સવારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ થતાં આરોપ-પ્રત્યારોપની વાત કરી હતી. નોંધનીય છે કે, 15 વર્ષમાં સતત સત્તામાં રહેવાના પાર્ટીના મતમાં ઘટાડો થયો છે. હવે માત્ર 5 ટકા જ મત રહ્યાં છે. જ્યારે શીલા દિક્ષીતના નેતૃત્વમાં પાર્ટીને 40 ટકાથી વધુ મત મળતા હતા.

2013 વિધાનસભા ચૂંટણી

કોંગ્રેસને 24.55 ટકા મતો મળ્યા હતા. તેમજ વિધાનસભાની આઠ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે શીલા દીક્ષિતને હરાવ્યાં હતાં. ‘આપ’ને આ ચૂંટણીમાં 29.49 ટકા મત મળ્યા હતા. તો ભાજપને 33.07 ટકા મત મળ્યા હતા અને 31 બેઠકો મળી હતી.

2015ની વિધાનસભાની ચૂંટણી

2015ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું જ ખુલ્યુ નથી, પરંતુ પાર્ટીને 9.8 ટકા મતો મળ્યા. જ્યારે ભાજપને 32.1 ટકા મતો મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details