ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૂગલ વિવાદ બાદ Paytm લાવ્યા સ્વદેશી મીની એપ સ્ટોર, યુઝર્સને થશે ફાયદો - મીની એપ્લિકેશન

ભારતીય ઈ-કોમર્સ એપ્લિકેશન પેટીએમ (Paytm) એ ઇનોવેટિવ પ્રોડક્સને વધુમાં વધુ યૂઝર્સ માટે અને ભારતીય ડેવલપર્સને સપોર્ટ કરવા માટે તેણે આખરે તેનું પોતાનું એન્ડ્રોઈડ મીની એપ સ્ટોર શરૂ કર્યું છે.

Paytm
Paytm

By

Published : Oct 5, 2020, 3:07 PM IST

મુંબઈ: ભારતીય ઈ-કોમર્સ પેમેન્ટ એપ પેટીએમ તેની ઈનોવેટિવ પ્રોડક્સને વધુમાં વધુ યૂઝર્સ ઉપયોગ કરે અને સાથે ભારતીય વિકાસકર્તાઓને ટેકો આપવા માટે તેણે આખરે તેનું પોતાનો એન્ડ્રોઇડ મીની એપ સ્ટોર શરૂ કર્યો છે. મીની એપ્લિકેશન એક કસ્ટમ બિલ્ટ મોબાઇલ વેબસાઇટ છે. જે યૂઝર્સ ડાઉનલોડ કર્યા વિના એપ્લિકેશન જેવો અનુભવ કરી શકશેે. કંપનીએ કહ્યું કે સ્માર્ટફોન વપરાશકર્તાઓને તેમના મર્યાદિત ડેટા અને ફોન મેમરીને બચાવવામાં પણ મદદ કરશે.

પેઈટીએમ વિના મુલ્યે પોતાની એપમાં આ મીની-એપ્લિકેશનોની લિસ્ટિંગ અને ડિટેલ્સ પ્રદાન કરી રહ્યા છે. પેમેન્ટ માટે ડેવલપર્સ પોતાના યૂઝર્સને પેટીએમ વોલેટ, પેટીએમ પેમેન્ટ્સ બેંક, યુપીઆઈ, નેટ-બેંકિંગ અને કાર્ડ વિકલ્પો પ્રદાન કરી શકશે.

પેટીએમના સ્થાપક અને CEO વિજય શેખર શર્માના જણાવ્યું કે, "મને ગર્વ છે કે આપણે આજે કંઈક એવું લોન્ચ કરી રહ્યા છીએ જે દરેક ભારતીય એપ્લિકેશન વિકાસકર્તા માટે નવી તક ઉભી કરે છે".

ABOUT THE AUTHOR

...view details