નવી દિલ્હી: Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. આ નિર્ણયને શર્માએ હિંમતવાન અને આત્મનિર્ભર ભારત તરફ એક ઉત્તમ પગલું ગણાવ્યું છે.
જો કે, ટ્વિટર પર Paytmને ચાઈનીઝ એપ રહેવામાં આવી રહી હતી. જેના પર સ્પષ્ટતા કરતા શર્માએ કહ્યું કે, અમે દિલ-દિમાગથી કહીએ છીએ કે, અમે ભારતીય છીએ અને ભારતીય હોવાનો ગર્વ છે. જો કે, તમને જણાવી દઇએ કે, ચીનના અલીબાબા ગ્રૂપે Paytmમાં રોકાણ કર્યું છે. અલીબાબા ગ્રૂપે એન્ટ ફાઇનાન્સિયલ દ્વારા Paytmમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે.
વિજય શંકર શર્માએ એક ટ્વીટમાં કહ્યું કે, આ રાષ્ટ્રીય હિતમાં હિંમતભર્યું પગલું. આ નિર્ણય આત્મનિર્ભર એપ્લિકેશન ઇકોસિસ્ટમની દિશા વધારશે. જેથી શ્રેષ્ઠ ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે આગળ આવવાનો સમય મળશે અને ભારતીયો ભારતને શ્રેષ્ઠ બનાવશે.
જો કે, ટ્વિટર પર Paytmમને ચાઈનીઝ એપ રહેવામાં આવી રહી હતી. જેના પર સ્પષ્ટતા કરતા શર્માએ કહ્યું કે, અમે દિલ-દિમાગથી કહીએ છીએ કે, અમે ભારતીય છીએ અને ભારતીય હોવાનો ગર્વ છે. જો કે, ચીનના અલીબાબા ગ્રૂપે Paytmમાં રોકાણ કર્યું હોવાની વાત પણ સતત ચર્ચામાં છે. કહેવાઈ રહ્યું છે કે, ચીનના અલીબાબા ગ્રૂપે એન્ટ ફાઇનાન્સિયલ દ્વારા પેટીએમમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે.
આ અંગે કોંગ્રેસના સાંસદે Paytm પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ટ્વીટ કર્યું કે, ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા સરકારના આ કડક પગલાનું હું સ્વાગત કરું છું. હવે નરેન્દ્ર મોદીએ 56 ઇંચની છાતી બતાવી Paytm પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ભારત-ચીન વચ્ચે થયેલા સરહદ વિવાદ બાદ ટિકટોક સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેથી એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ટિકટોક એપને હટાવી દેવામાં આવી છે.