મુંબઈ : NCP પ્રમુખ શરદ પવારે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસ મામલે આજે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સુશાંત સિંહના કેસને લઈ મહારાષ્ટ્ર પોલીસ પર મને સંપુર્ણ ભરોસો છે, પરંતુ જો કોઈ CBI તપાસ કરાવવા માંગે છે તો મને કોઈ વાંધો નથી. મારો કોઈ વિરોધ નથી.
સુશાંત સિંહ રાજપુત કેસ : શરદ પવારનું મહત્વનું નિવેદન, કહ્યું - CBI તપાસ પર મને કોઈ વાંધો નથી
NCP પ્રમુખ શરદ પવારે બૉલીવુડ અભિનેત્રી સુશાંત સિંહ રાજપુતના આત્મહત્યા મામલે આજે મોટું નિવેદન આપ્યું છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ તપાસને લઈ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસે વચ્ચે તકરાર બાદ કેસની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે. બિહાર સરકારે આ સમગ્ર કેસ CBIને સોંપવાની ભલામણ કરી હતી જેને કેન્દ્રએ મંજુરી આપી છે. સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતુ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતની સચ્ચાઈ સામે આવવી જોઈએ,
રિયા ચક્રવર્તીએ સુશાંતના પિતા દ્વારા પટનાના રાજીવ નગર પોલીસમાં 24 જુલાઈના નોંધાયેલી ફરિયાદ મુંબઈ પોલીસને મોકલવાનો અનુરોધ કરતા કોર્ટે અરજી દાખલ કરી છે. ફરિયાદમાં રિયા પર સુશાંતને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે. સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના મુંબઈમાં તેમના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.