મુંબઇ: NCPના પ્રમુખ શરદ પવારે ગુરૂવારે મુસ્લીમોને શબ-એ-બરાતને તેમના ઘરની અંદર જ ઉજવવા માટે અનુરોધ કર્યો હતો, તેમજ કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિની ઉજવણી પણ મોકૂફ રાખવા દલિતોને સૂચન કર્યું હતું.
પવારે કહ્યું કે, ગુરૂવારે ઉજવવામાં આવતા રામ નવમીનો દેશભરમાં દર વર્ષે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. દુર્ભાગ્યવશ, આ વર્ષે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક પ્રતિબંધોનું પાલન કરવું પડશે. મને ખાતરી છે કે, લોકો ભગવાન રામને તેમના ઘરોની અંદર રહીને યાદ કરશે. ફેસબુકના માધ્યમથી શરદ પવારે સંબોધન કર્યું હતું.
ક્ષમાની રાત તરીકે ઓળખાતા શબ-એ-બરાત 8મી એપ્રિલે ઉજવાશે
મુસ્લીમ સમુદાયના સભ્યો તેમના સંબંધીઓને યાદ કરવા માટે કબ્રસ્તાનોની મુલાકાત લે છે, જે હવે શક્ય નથી. શરદ પવારે કોરોના વાઈરસના સંકટને લીધે લોકોને એકત્રિત ન થવા અને સાવચેતી રાખવાની હાકલ કરી હતી.
પવારે જણાવ્યું હતું કે, તાબલીગી જમાત દ્વારા દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં ગયા મહિને યોજાયેલી જમાતને રોકી શકાઈ ન હતી. તેમણે લોકોને વિનંતી કરી કે, શબ-એ-બારાત પર આવી જમાતના આયોજનનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
પવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલી ધાર્મિક સભાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આવી બેઠક યોજવાનું ટાળવું જોઈએ. આવી ભુલોમાં અન્ય લોકોએ હાલાકી ભોગવવી પડી શકે. કેટલાક લોકો કે જેઓ આ રોગ સાથે આવી બેઠકમાં હાજર થાય તેની સંભાવનાને નકારી ન શકાય. કોવીડ-19ના ફેલાવાને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને સરકારના આદેશોનું પાલન કરવા દબાણ કરવું જરૂર છે.
પવારે પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, રાજ્યના વહીવટ અને પોલીસને ચોવીસ કલાક કામ કરવા બદલ વખાણ કર્યા હતા અને લોકોને ઘરે રહીને તેમનો સહયોગ આપવા જણાવ્યું હતું.