નવી દિલ્હીઃ નિર્ભયા દુષ્કર્મ મામલે દોષી પવન ગુપ્તાએ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. નીચલી અદાલતના નિર્ણયને પડકારતા આ અરજી કરવામાં આવી છે. એકમાત્ર સાક્ષીના નિવેદન પર સવાલ ઉઠાવતા આ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નિવદેન વિશ્વસનીય નહોતું.
નિર્ભયા કેસઃ દોષી પવન ફાંસીથી બચવા હાઈકોર્ટ પહોંચ્યો - નિર્ભયા કેસઃ દોષી પવન ફાંસીથી બચવા હાઈકોર્ટ પહોંચ્યો
નિર્ભયા દુષ્કર્મ મામલે દોષી પવન ગુપ્તાએ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. નીચલી અદાલતના નિર્ણયને પડકારતા આ અરજી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, નિર્ભયાના ચારેય દોષીઓને 20 માર્ચ સવારે 5:30 કલાકે ફાંસી થવાની છે. ત્યારે આ સજાથી બચવા માટે દોષી પવન ગુપ્તાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
નવું ડેથ વોરંટ જાહેર કર્યા બાદ વિનય દોષીએ ઉપરાજ્યપાલ સમક્ષ અરજી દાખલ કરી હતી. જેમાં તેણે ફાંસી સજા બદલીને આજીવન કેદની માગ કરી હતી. સાથે જ તેણે મંડોલી જેલના 2 પોલીસકર્મી વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરી હતી. તેણે પોલીસકર્મીઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, "તેમણે તેની મારપીટ કરી હતી. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી."