ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'અમ્ફાન' તોફાનથી 7 લાખ લોકો થઇ શકે છે પ્રભાવિત, સુરક્ષાની પુરી વ્યવસ્થાઃ પટનાયક - અમ્ફાન લેટેસ્ટ ન્યૂઝ

ઓડિશા સરકારે તટીય વિસ્તારના 12 જિલ્લા કલેક્ટરોને તૈયાર રહેવાના આદેશ આપ્યા છે, કારણ કે, બંગાળની ખાડી પર એક ચક્રવાત તોફાન 'અમ્ફાન'નું જોખમ વધી રહ્યું છે.

Etv Bharat, Gujarati News, Navin Patnayak , Cyclone News
Navin Patnayak

By

Published : May 17, 2020, 9:47 AM IST

ભુવનેશ્વરઃ ઓડિશા સરકારે તટીય વિસ્તારના 12 જિલ્લા કલેક્ટરોને તૈયાર રહેવાના આદેશ આપ્યા છે, કારણ કે, બંગાળની ખાડી પર એક ચક્રવાત તોફાન 'અમ્ફાન' મંડરાય રહ્યું છે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કહ્યું કે, આ તોફાન 649 ગામના સાત લાખ લોકોને પ્રભાવિત કરી શકે છે. સીએમે પ્રશાસનને નિર્દેશ આપતા કહ્યું કે, બધા જ લોકોની સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવે. સીએમે લોકોને ન ડરવા અને પ્રશાસનનો સાથ આપવા અપીલ કરી છે.

મુખ્ય સચિવ અસિત ત્રિપાઠીએ આ સુનિશ્ચિત કરવા માટે એક સમીક્ષા બેઠક કરી હતી કે, ચક્રવાતને કારણે ઉત્પન થનારી કોઇ પણ પરિસ્થિતિ માટે બધા જ જરુરી પગલાઓ લેવામાં આવે.

આ ઉપરાંત બધા જિલ્લા કલેક્ટર, ખાસ કરીને ઉત્તર ઓડિશાના જિલ્લા કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે, તે સ્થિતિ પર બરાબર ધ્યાન રાખે.

ત્રિપાઠીએ જગતસિંહપુર, કેન્દ્રાપાડા, બાલાસોર અને ભદ્રક જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંભવિત વાવાઝોડા માટે લેવામાં આવેલા પગલાની ચર્ચા કરી હતી.

વિશેષ રાહત આયુક્ત પ્રદીપ જેનાએ કહ્યું કે, આઇએમડી અનુસાર બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગના ઉપર નિમ્ન દબાણ મોટા ડિપ્રેશનમાં પરિણમે છે અને તે બાદ તે બંગાળની ખાડીના દક્ષિણી ભાગ અને મધ્ય ભાગ ઉપર 16મેની સાંજ સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાની શક્યતા હતી.

એસઆરસીએ કહ્યું, 'આ તોફાન ઉત્તર ઓડિશામાં પછાડશે કે પશ્ચિમ બંગાળ કે બાંગ્લાદેશ તરફ આગળ વધશે કે કેમ તે ચોક્કસ નથી. પરિસ્થિતિ હજી સ્પષ્ટ થઈ નથી. પરંતુ સરકાર સંભવિત ચક્રવાતનો સામનો કરવા તૈયાર છે. સાવચેતી રૂપે, અમે 12 જિલ્લા કલેક્ટરોને હાઈએલર્ટ પર રાખ્યા છે.

જેનાએ કહ્યું કે, ઓડિશા ડિઝાસ્ટર એક્શન ફોર્સ (ઓડીઆરએએફ), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર ફાઇટરોને તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. જો કે, આઇએમડી દ્વારા ચક્રવાતનાં માર્ગ અંગે સંકેત આપ્યા પછી તેમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details