પટના: CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારે પટનામાં CAA, NPR અને NRCના વિરોધમાં રેલી યોજી હતી. આ દરમિયાન કનૈયા કુમારે પોતાના ભાષણ બાદ અધૂરૂં રાષ્ટ્રગીત ગાયું હતું. જેના લીધે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.
પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાયેલી 'સંવિધાન બચાઓ, નાગરિકતા બચાઓ' રેલીની શરુઆતમાં દિલ્હીના તોફાનોમાં માર્યા ગયેલા લોકોની યાદમાં એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું.