રાજસ્થાનઃ શહેરના કોટા શહેરની એમબીએસ હોસ્પિટલમાં એક મોટી બેદરકારી સામે આવી છે. અહીં દાખલ દર્દીના ઓરડામાં સારવાર કરનારે ખુદ વેન્ટિલેટરનો પ્લગ કાઢી કુલર ચલાવ્યું હતું. જેથી દર્દીનું મોત નીપજ્યું છે. આ મામલે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં મોડે સુધી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ તબીબોએ કામ છોડી દેવું પડ્યું હતું અને હોસ્પિટલના અધિક્ષકને પરિવારજનોએ લેખિતમાં ફરિયાદ કરી હતી.
જયપુર: રાજસ્થાનમાં કોટાની એમબીએસ હોસ્પિટલમાં મોટી બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો છે. હકીકતમાં અહીં દર્દીના સ્ટીવરે વેન્ટિલેટર પ્લગ કાઢી નાખી કુલર ચાલુ કર્યું હતું. વેન્ટિલેટર બંધ થઈ જવાને કારણે દર્દીનો જીવ ગયો હતો.
તમને જણાવી દઈએ કે, આ દર્દીના મોત બાદ પરિવારજનોએ મોડી રાત્રે સુધી હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો, ત્યારબાદ નિવાસી તબીબોએ કામ છોડી દીધું હતું અને બહાર નીકળી ગયાં હતા. આ અંગે નિવાસી તબીબોએ હોસ્પિટલના અધિક્ષકને લેખિતમાં ફરિયાદ પણ કરી છે.
હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, 40 વર્ષીય વિનોદ નામના દર્દીને મેડિકલ આઈસીયુમાં દાખલ કરાયો હતો. જયપુરમાં દર્દી કોરોના પોઝિટિવ આવ્યા બાદ મેડિસિન આઈસીયુને ખાલી કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ દર્દી વિનોદને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.
ડૉક્ટરોએ તેમને બે વાર જોયો હતો, પરંતુ વોર્ડમાં સારવાર કરનાર એક નાનો કૂલર લાવ્યો હતો, રાત્રે તેણે વેન્ટિલેટરનો પ્લગ કાઢી કુલર લગાવી દીધું હતું. વેન્ટિલેટરનો પ્લગ દૂર કર્યા પછી બેટરી ચાલુ રહે છે અને તે લગભગ 30થી 40 મિનિટ સુધી ચાલે છે, ત્યારબાદ વેન્ટિલેટર બંધ થઈ ગયું અને દર્દીનું મોત થયું હતું.