ઉત્તર પ્રદેશ: કાસગંજમાં જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા સંબંધી બનીને આવેલ નકલી ડૉક્ટર આઇસીયુ વોર્ડમાં ઘૂસી ગયો હતો. તેણે ઝેરી ઈન્જેક્શન આપીને દર્દીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હોસ્પિટલના સ્ટાફની તત્પરતાથી બે લોકો પકડાઇ ગયા હતા. જ્યારે 3 લોકો ભાગી ગયા હતા. આ બે લોકોને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. જ્યારે પકડાયેલા આરોપીની શોધખોળ કરવામાં આવી હતી, ત્યારે તેમના ખિસ્સામાંથી ચાર ઝેરી ઈન્જેક્શન મળી આવ્યા હતા.
UP: કાસગંજમાં ફિલ્મી સ્ટાઇલમાં આવ્યો નકલી ડૉક્ટર, દર્દીને ઝેરી ઈન્જેક્શન આપવાનો કર્યો પ્રયાસ
ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક ખાનગી હોસ્પિટલમાં હંગામો મચી ગયો હતો. જેમાં ફિલ્મી સ્ટાઇલમાં હોસ્પિટલના આઇસીયુમાં દાખલ દર્દીના બનાવટી સગા સંબંધી બનીને દર્દીને ઝેરી ઈન્જેક્શન લગાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેડીકલ સ્ટાફની તત્પરતાથી બે લોકો પકડાયા હતા. જ્યારે બાકીના સાથીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે પકડેલા આ બન્ને આરોપીના ખિસ્સામાંથી ઝેરી ઈન્જેક્શન મળી આવ્યા હતા, ત્યારે હોસ્પિટલના સંચાલક દ્વારા 5 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કાસગંજ
જેમાં હોસ્પિટલ સંચાલક દ્વારા પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.