ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પટિયાલા હાઉસ કોર્ટે યાસીન મલિકને 24 મે સુધી મોકલ્યો ન્યાયિક કસ્ટડીમાં

નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટમાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અધ્યક્ષ યાસીન મલિકને રાજ્યમાં આંતકી અને અલગાવવાદી સમૂહોની ફંડિગ સાથે જોડાયેલા એક મામલામાં 24 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 24, 2019, 11:28 PM IST

જસ્ટિસ રાકેશ સિયાલના સામે મલિકને રજૂ કરતા સમયે તિહાડ જેલના અધિકારીઓને ગુહાર લગાવી કે સુરક્ષા કારણે મલિકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. મલિકની NIA દ્વારા 10 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2017માં ઘાટીમાં હિંસા થયા બાદ એજન્સીએ આતંકી ફંડિગથી જોડાયેલા મામલા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

હજી સુધી, એજન્સીએ ઘણા અલગાવવાદી નેતાઓને ધરપકડ કરી છે. જેમાં આફતાબ હિલાલી શાહ ઉર્ફ શાહિદ ઉલ ઈસ્લામ, આયાઝ અકબર ખાંડે, ફારૂક અહમદ ડાર ઉર્ફ બિટ્ટા કરાટે, નઇમ ખાન, અલ્તાફ અહમદ શાહ, રાઝા મહરાજુદ્દીન કલવાલ અને બશીર અહમજ ભટ ઉર્ફ પીર સૈફુલ્લા સામેલ છે.

અલ્તાફ અહમદ શાહ, સૈયદ અલી ગિલાનીના જમાઈ છે, જમ્મુ અને કાશ્મીરના પાકિસ્તાનમાં વિલયની વકાલત કરતા રહે છે. શાહિદ ઉલ ઈસ્લામ ડારના સહયોગી છે અને ખાંડે ગિલાનીના નેતૃત્વ વાળા હુર્રિયતના પ્રવક્તા છે. કાશ્મીર વ્યવસાયી ઝહૂર અહમદ શાહ વટાલીને ઓગસ્ટ 2017માં ધરપકડ કરવામાં આવી હતી.

આતંકવાદ વિરોધી એજન્સીએ 18 જાન્યુઆરી 2018એ લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિજ સઈદ અને હિઝબુલ મુઝાહિદીન પ્રમુખ સૈયબ સલાહુદીન સહિત 12 લોકોની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details