દેહરાદૂનઃ દુનિયાભરમાં મહામારીના કારણે લોકો કાળનો કોળિયો બની રહ્યાં છે, ત્યારે તેના ઈલાજની દવા શોધવાના અનેક પ્રયાસો કરાઈ રહ્યાં છે. એની વચ્ચે પતંજલિ યોગપીઠ કોરોનાની એવિડેન્સ બેઝ પહેલી આયુર્વેદિક દવા 'કોરોનિલ' લોન્ચ કરવા જઈ રહ્યું છે. પતંજલિ આયુર્વેદનો દાવો છે કે, કોરોના દર્દી પર કંટ્રોલ ક્લિનિકલ ટ્રાયલના પરિણામ પોઝિટિવ આવ્યાં છે. જે પૂરી રીતે ક્લીનિકલ રિસર્ચ પર આધારીત છે. જે અંગે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ બપોરે 1 કલાકે પ્રેસમાં જાહેરાત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, પતંજલિ યોગપીઠે કોરોના વાઈરસની દવા બનાવવાનો દાવો કર્યો કર્યો છે. જેને આજે બપોરે 1 કલાકે હરિદ્વારમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ લોન્ચ કરવાના છે.