ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA વિરુદ્ધ ઠરાવ પસાર કરવો એ માત્ર 'રાજકીય ચાલ' છે: શશી થરુર - Leader of Congress

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે CAA વિરુદ્ધ રાજ્યો દ્વારા પસાર કરાયેલી દરખાસ્તને રાજકીય ચાલ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ શાસિત રાજ્યો સહિત અન્ય કેટલાક રાજ્યોએ તેમની વિધાનસભામાં CAA વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે. થરુરે કહ્યું છે કે, CAAમાંથી ધર્મની કલમ દૂર કરવા સહિત સરકારે તેમાં ઘણા સુધારા કરવાની જરૂર છે.

shashi tharoor
શશી થરુર

By

Published : Jan 23, 2020, 7:29 PM IST

કોલકાતા: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે કહ્યું કે, સુધારેલા નાગરિકતા અધિનિયમ (CAA) વિરુદ્ધ ઠરાવ પસાર કરવાના રાજ્યોના પગલા રાજકીય રીતે પ્રેરિત છે, કારણ કે નાગરિકતા આપવામાં તેમની ભાગ્યે જ કોઈ ભૂમિકા છે.

થરૂરે કહ્યું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અને પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી NRCના અમલીકરણમાં રાજ્યોની મહત્વની ભૂમિકા રહેશે. કેન્દ્ર પાસે માનવ સંસાધનોનો અભાવ છે. આ સ્થિતિમાં તેના અધિકારીઓ જ આ કાર્ય પૂર્ણ કરશે.

ઉલ્લેખનીય છે કે, શશી થરૂરના પાર્ટી સહયોગી કપિલ સિબ્બલે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, 'કોઈ પણ રાજ્ય CAAના અમલીકરણને નકારી શકે નહીં, કારણ કે સંસદ પહેલા જ તેને પસાર કરી ચુકી છે'. જોકે, બાદમાં તેણે CAAને 'ગેરબંધારણીય' ગણાવ્યો અને સ્પષ્ટ કર્યું કે, તેમના વલણમાં કોઈ ફેરફાર નથી.

ABOUT THE AUTHOR

...view details