નવી દિલ્હીઃ દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાસ ગેહલોતે બુધવારે ડીટીસી અને પરિવહન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, લોકડાઉન દરમિયાન વિશેષ ટ્રેનોથી દિલ્હી પહોંચનારા તમામ યાત્રીઓને ડીટીસી બસની સુવિધા આપવામાં આવશે. આ બસો નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મૂકવામાં આવશે. ડીટીસી બસ યાત્રીઓને તેમના ઘરે લઈ જશે. દિલ્હી સરકારને આ માટે ગૃહ મંત્રાલયની મંજૂરી મળી છે.
કેજરીવાલ સરકારનો નિર્ણય, ટ્રેનથી આવતા મુસાફરો માટે DTC બસની સુવિધા - દિલ્હી કોરોના અપડેટ
યાત્રીઓએ બસમાં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે અને માસ્ક લગાવવું ફરજિયાત રહેશે. રેલવે સ્ટેશન હેઠળના સંબંધિત ડીએમ અને ડીસીપીને આ જવાબદારી સોંપવામાં આવશે.
ટ્રેન દ્વારા આવનારા યાત્રીઓને DTC બસની સુવિધા મળશે, કેજરીવાલ સરકારનો નિર્ણય
યાત્રીઓએ બસમાં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે અને માસ્ક લગાવવું ફરજિયાત રહેશે. રેલવે સ્ટેશન હેઠળના સંબંધિત ડીએમ અને ડીસીપીને આ જવાબદારી સોંપવામાં આવશે.