નવી દિલ્હીઃ પશ્ચિમ વિહાર પોલીસે 12 વર્ષીય સગીર યુવતી પર દુષ્કર્મ અને હુમલો કરવા બદલ મંગલાપુરી વિસ્તારના કિશન નામના આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, તે ઘરફોડ ચોરી કરતો હતો. ઘટનાના દિવસે પણ તે ચોરી કરવા આવ્યો હતો. પરંતુ યુવતીને અંદર જોઇને તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. વિરોધ કરવા બદલ યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીને દયનીય હાલતમાં છોડીને આરોપી ફરાર થઈ ગયો હતો.
દિલ્હીઃ દુષ્કર્મના આરોપીને દિલ્હી પોલીસે 48 કલાકમાં ઝડપ્યો, 20 ટીમોનું સંયુક્ત સંચાલન આરોપીએ ઘણાં વર્ષો પહેલા એક મહિલાની હત્યા કરી હતી. જોઇન્ટ સી.પી.એ જણાવ્યું હતું કે, આ આરોપીની ધરપકડ કરવા માટે આઉટર ડીસીપી ડો.એ.કોનની દેખરેખ હેઠળ પોલીસની 20 ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પછી કિશનની ધરપકડ કરવામાં સફળ રહી હતી. પોલીસે પોક્સો, હત્યાનો પ્રયાસ સહિત 3 જુદી જુદી કલમોમાં ગુનો નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 4 ઓગસ્ટની સાંજે પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 માળની બિલ્ડિંગના ઓરડામાં હાજર એક સગીર યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સગીર યુવતી નજીકના પાડોશી પાસે પહોંચી હતી. ત્યારબાદ આ મામલો પોલીસને જાણ કરવામાં આવ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી તેને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી. આરોપીએ યુવતીના શરીરના ઘણા ભાગો પર હુમલો કર્યો હતો. યુવતી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં ખૂબ લોહી વહી ગયું હતું. આ કારણોસર યુવતીની હાલત ગંભીર બની હતી.
આ આરોપીને પકડવા જોઇન્ટ સી.પી. શાલિની સિંઘ, આઉટર ડીસીપી ડો.એ.કોન અને એસીપી ઓપરેશન સુભાષ વત્સ દ્વારા ટીમની પ્રશંસા કરવામાં આવી હતી. જેમણે ફક્ત 48 કલાકમાં આ મામલો ઉકેલ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.