ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેરો એક રુંવાટીદાર સામાજિક રોબોટ જે માનવ સ્પર્શ થકી પીડા ઘટાડે છે અને ખુશી વધારે છે

BGUના સંશોધનકારોના મતાનુસાર, પેરો એક રુંવાટીદાર સામાજીક રોબોટ છે.જે સ્પર્શ કરે છે ત્યારે માનવથી માનવ જેવા સંપર્કની ભાવના પેદા કરે છે. જેથી મુડમાં સુધારો થાય છે.  પીડા ઘટાડે છે અને  સુખમાં વધારો કરે છે.

ો
પેરો એક રુંવાટીદાર સામાજિક રોબોટ જે માનવ સ્પર્શ થકી પીડા ઘટાડે છે અને ખુશી વધારે છે

By

Published : Jun 28, 2020, 5:23 PM IST

ઇઝરાયલઃ મુડને વેગ આપવા માટે અને પીડામાં ઘટાડો કરવા માટે મનુષ્યનો સ્પર્શ અથવા માનવથી માનવનો સ્પર્શ જરૂરી છે તે પાછલા મુદ્દાઓના અભ્યાસમાં સાબિત થયુ છે. BGU ( બેન-ગુરિયન યુનિવર્સિટી)ના શારિરીક ઉપચારના વડા અને બેન-ગુરિયન યુનિવર્સિટીની તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે રુવાટેદાર રોબોટ એજ લાગણી આપે છે કે જ્યાંરે માણસને માણસનો સંપર્ક ન થઇ શકતો હોય.

પેરો સાથેના અધ્યનમાં 60 મિનીટના પરસ્પર સેશનમાં રુવાટીવાળુ સુવાળાપણુ ધરાવતુ સામાજીક રોબોટ માત્ર મુડ સુધારણા જ નથી કરતુ પણ તીવ્ર પીડાને પણ ઘટાડે છે અને હળવી કરે છે. તેણે પ્રેમના હોર્મોન એટલે કે ઓક્સિટોસિનનું સ્તર ઘટાડવામાં અને આનંદમાં વધારો કરવામાં પણ મદદ કરી. જ્યારે સંશોધનકારોએ પારોને સ્પર્શ કર્યો ત્યારે તેમનાજે પીડા હતી તેમાં ઘટાડાનો અનુભવ કર્યો.

જાપાની સોશિયલ રોબોટ પેરો સીલ જેવા અવાજ ઉત્પન્ન કરે છે અને તે માથા અને ફિલપર્સને બોલીને કે સ્પર્શ કરવામાં આવે તો તે પ્રતિભાવ આપે છે.

આશ્ચર્યજનક રીતે બીજીયુના સંશોધનકારોએ એ પણ નોંધ્યુ કે જેઓ પેરોને મળ્યા ન હતા તેમને ઓક્સિટોસિન કે જેને લવ હોર્મોન કહેવામાં આવે છે. તેનો અભાવ હતો. રોમેન્ટીક સાથી અથવા તેના બાળકો સાથે રમતી માતા માતામાં ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે. એટલું નીચુ સ્તર નહોતુ કે જેટલી અપેક્ષા હતી.

જો કે તાજેતરમાં વધુ અભ્યાસમાં બહાર આવ્યુ છે કે નજીકના સંબઘોની બહાર ઓક્સિટોસિનના ઉત્પાદન તણાવ સુચવે છે અને જ્યારે નજીકના સંબધોમાં તે ઘટાડો થતા એક રાહત આપે છે.

ડો. લેવી કહે છે કે આ સંશોધનથી પેઇન મેનેજમેન્ટ અને હાલના સોશિયલ ડીસ્ટન્સિંગનો મહત્વનો પ્રશ્ન છે ત્યારે આ સંશોધન ઘણા ફાયદા આપશે.

ABOUT THE AUTHOR

...view details