રાયપુરઃ છત્તીસગઢમાં 15 સંસદીય સચિવોએ પદના શપથ લીધા. મુખ્યપ્રધાન ભુપેશ બઘેલએ સંસદીય સચિવોને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા. સોમવારે છત્તીસગઢ સરકારે 15 સંસદીય સચિવના નામની જાહેરાત કરી હતી. શપથ ગ્રહણ કાર્યક્રમ સીએમ હાઉસ ખાતે યોજાયો હતો. કસડોલના ધારાસભ્ય શકુંતલા સાહુ, રાયપુર પશ્ચિમના ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાય અને કુંકુરીના ધારાસભ્ય યુડી મિંજ સહિતના તમામ સંસદીય સચિવોએ શપથ લીધા છે.
સંસદીય સચિવોની નિમણૂકમાં ભાજપના મોટા નેતાઓને હરાવતા ધારાસભ્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. માત્ર 2 ધારાસભ્યો ચિંતામણિ મહારાજ અને પરસનાથ રાજવાડેને બાદ કરતાં, બાકીના પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. મહિલા કોટાના 3 ધારાસભ્યો શકુંતલા સાહુ, અંબિકા સિંઘદેવ અને રશ્મિ આશિષ સિંઘને તક મળી છે. રાયપુર પશ્ચિમના ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાયને રાજધાનીથી પસંદ કરવામાં આવ્યા છે.