ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંસદમાં ગૂંજ્યો હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનો મામલો, બંને સદનમાં ધારદાર ચર્ચા - સામૂહિક દુષ્કર્મની ઘટના

નવી દિલ્હી: હૈદરાબાદમાં થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના પડઘા લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં સંભળાયા છે. રાજ્યસભામાં બોલતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આપણે આવા આરોપીઓ માટે કોઈ પણ પ્રકારની જરા પણ દયા રાખવી જોઈએ નહીં.

hyderabad gang rape
hyderabad gang rape

By

Published : Dec 2, 2019, 1:30 PM IST

Updated : Dec 2, 2019, 2:45 PM IST

લોકસભામાં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લોકસભા સ્પિકરે કહ્યું હતું કે, દેશમાં જે રીતે આવી ઘટના ઘટી રહી છે, તેના પર સંસદ પણ ચિંતિત છે. તેમણે કહ્યું હતું કે, પ્રશ્નકાળ બાદ આ વિષયે ચર્ચા કરવામાં આવશે. લોકસભામાં પણ સામૂહિક દુષ્કર્મનને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

સંસદમાં ગૂંજ્યો હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનો મામલો

રાજ્યસભામાં મહિલા પર થઈ રહેલા અપરાધ પર ચર્ચા થઈ રહી છે. ગુલામ નબી આઝાદે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આવા આરોપીઓને જનતા જ સજા આપે !
આ મુદ્દે સપા સાંસદ જયા બચ્ચને કહ્યું હતું કે, ખબર નહીં આ વિષય પર આપણે કેટલી વખત ચર્ચા કરીશું. હૈદરાબાદમાં થયું, નિર્ભયા થયું, કઠુઆ થયું. મને લાગે છે કે, આ અંગે સરકારને પુંછવું જોઈએ અને તેનો જવાબ સરકારે આપવો જોઈએ. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આવા આરોપીઓને તો જનતાએ જ સજા આપવી જોઈએ.

સંસદમાં ગૂંજ્યો હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનો મામલો

AIADMKના સાંસદ વિજિલા સત્યાનંત હૈદરાબાદની ઘટનાને લઈ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જઈને 31 ડિસેમ્બર પહેલા ચારેય આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. રાજ્યસભામાં પણ સ્પિકર વૈંકેયા નાયડૂએ કહ્યું હતું કે, નવા બિલની નહીં પણ પોલિટિકલ વિલની જરુર છે. તંત્ર અને આપણી વિચારધારાને બદલવાની જરુર છે. ત્યાર બાદ આપણે આ સામાજિક બિમારીને ખતમ કરી શકીશું.

Last Updated : Dec 2, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details