વિજયવાડાઃ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર શુક્રવારે 8 રાજ્યોમાં મતદાન યોજાયુ હતું. જેમાં આંધ્રપ્રદેશમાં પણ ચાર બેઠકો માટે મતદાન યોજાયુ હતું. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી YSR કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.
પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા - Parimal Nathwani Rajya sabha memeber
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી YSR કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.
પરિમલ નથવાણી વર્ષ 2008થી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતા સતત બે ટર્મ માટે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. આ વખતે તેમને આંધ્રપ્રદેશમાં શાસક પાર્ટી વાઈએસઆરસીપીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં તેમને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે અમરાવતી ખાતે આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યાં છે. આંધ્રમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે.
આ અંગે પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, "હું સીએમ જગનમોહન રેડ્ડીનો આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો. હું રાજ્યના વધુ વિકાસ માટે તેમની સાથે કામ કરીશ.