પટના: બિહારના અભિનેતા પંકજ ત્રિપાઠીને રાજ્યમાં ખાદીના પ્રચાર પ્રસાર માટે બિહારના બ્રાંડ એમ્બેસેડર બનવવામાં આવ્યા છે. રાજયના ઉદ્યોગ પ્રધાન શ્યામ રજકએ આ માહિતી આપી હતી. તેમના કેહવા પ્રમાણે, અભિનેતાએ બ્રાંડ એમ્બેસેડર બનવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું હતું. તેમજ આ સમ્માન માટે ઉદ્યોગ પ્રધાનને આભાર વ્યક્ત કર્યો હતો.
બિહાર રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડે બિહાર સરકારના ઉદ્યોગ વિભાગની એક સંસ્થા છે. આ સંસ્થા રાજ્યમાં ખાદીના કપડાઓનું ઉત્પાદન તેમજ વહેચાણ માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનું અમલીકરણ કરે છે.