ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ક્વોરેન્ટાઈન દ્વારા બચાવાયેલી પેંગોલિનનું COVID-19 પરીક્ષણ થશે - Odisha news

ઓડિશાના કટકમાંથી ક્વોરેન્ટાઈન દ્વારા બચાવી લેવામાં આવેલી પેંગોલિનનું COVID-19 પરીક્ષણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Pangolin rescued
Pangolin rescued

By

Published : May 27, 2020, 10:01 AM IST

ભુવનેશ્વર (ઓડિશા): ઓડિશાની વન્યપ્રાણી પાંખે કટક જિલ્લાના આથાગઢ વિસ્તારમાં ક્વોરેન્ટાઈન દ્વારા બચાવી લેવામાં આવેલી પેંગોલિનની COVID-19 પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

આ પહેલીવાર બનશે જ્યારે રાજ્યમાં પેંગોલિનનના નમૂનાઓ COVID-19 પરીક્ષણ માટે મોકલવામાં આવશે. આથાગઢ વન વિભાગની ટીમે સોમવારે રાત્રે બરંબા રેન્જમાં આવેલા માહુલિયામાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાંથી માદા પેંગોલિનને બચાવી હતી.

મહુલીયા સરપંચની માહિતી મળ્યા બાદ વન અધિકારીઓએ પેરાગોલિનને ક્વોરેન્ટાઇન સેન્ટરથી કબજે કર્યું હતું. આ વિસ્તારના વિભાગીય વન અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, અથાગઢ વિસ્તારમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાંથી પેંગોલિનને બચાવી લેવામાં આવી છે, તેને COVID-19 પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details