શ્યામ પ્રસાદની પુણ્યતિથિ પર તેમને યાદ કરતા નડ્ડાએ કહ્યું કે ડૉ. મુખર્જીનું બલિદાન વ્યર્થ નહી જાય. ભાજપા તેને લઇને પ્રતિબદ્ધ છે. તેની સાથે તેઓએ કહ્યું કે ડો. મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદ, દૂરદ્રષ્ટા અને દિશા આપનારા અમારા નેતા હતા. તેઓએ કહ્યું કે ડો.મુખર્જી કોઇ પણ પદ સાથે જોડાયેલા હતા નહીં. તો પણ તે દેશની સેવા સાથે જોડાયેલા હતા.
નેહરૂના કારણે શ્યામાપ્રસાદ મુખર્જીના હત્યાકાંડની તપાસ થઈ શકી નહીં: જે.પી. નડ્ડા - murder
નવી દિલ્હી: ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે એક વાર ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. જેપી નડ્ડાએ કહ્યું કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની મોતની તપાસ સમગ્ર દેશ કરવામાં માગતો હતો, પરંતુ નેહરુએ તેની તપાસના આદેશ આપ્યા ન હતા.
નેહરૂના કારણે થઇ ન શકી શ્યામા પ્રસાદ મુખર્જી હત્યાકાંડની તપાસ: જે પી નડ્ડા
જેપી નડ્ડાએ જણાવ્યું કે ડો.મુખર્જીએ જણાવ્યું હતુ કે ભારતના તિરંગાનું સન્માન થવુ જોઇએ જેથી બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલે. તેના જ બલિદાનના કારણે આજે જમ્મુ કશ્મીરથી પરમિટ સિસ્ટમ સમાપ્ત થઇ ગઇ છે.
ડો. મુખર્જીએ તેના જીવનમાં જે કામ કર્યુ તે તે સમયથી ધણા આગળના છે. તેના જ પ્રયાસોથી આજે પશ્ચિમ બંગાળ અને કશ્મીર ભારતના અભિન્ન અંગ છે. દેશ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને હંમેશાં યાદ કરતા રહેશે.