CBDT આવકવેરા વિભાગ માટે નીતિ નિર્માણ કરનારી સંસ્થા છે. PAN સાથે આધારને જોડવાની અંતિમ સમયમર્યાદા સરકારે સાતમી વખત વધારી છે. હવે આવકવેરો ભરવા માટે આધારને પાન સાથે લિંક કરવું ફરજિયાત છે.
હવે 31 ડિસેમ્બર સુધી PAN કાર્ડ સાથે આધાર નંબર લિંક કરી શકાશે - આવકવેરો ભરવા માટે આધારને પાન સાથે લિંક કરવું ફરજિયાત
નવી દિલ્હી: PAN સાથે આધારને જોડવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 સુધી વધારવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ આ સંદર્ભમાં એક આદેશ કર્યો હતો. આ અગાઉ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર હતી. PAN કાર્ડનો ઉપયોગ આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટે થાય છે.
![હવે 31 ડિસેમ્બર સુધી PAN કાર્ડ સાથે આધાર નંબર લિંક કરી શકાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4596622-thumbnail-3x2-aaa.gif)
file photo
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય સ્તરે જાહેર કરી હતી અને PANને આધાર સાથે લિંક કરવાના ફરજિયાત નિયમને સરકારે કાયદેસર કરી હતી.
આવકવેરા કાયદાની કલમ 139AA (2) માં દર્શાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ કે જેની પાસે 1 જુલાઈ, 2017 ના રોજ પાનકાર્ડ હતું અને જે આધારકાર્ડ મેળવવા માટે પાત્ર છે, તેણે ટેક્સ અધિકારીઓને તેનો આધાર નંબર આપવો પડશે.
TAGGED:
Aadhar card news