ગુજરાત

gujarat

ETV Bharat / bharat

31 ડિસેમ્બર સુધી પાનકાર્ડને આધાર સાથે લીંક કરી શકાશે - આયકર વિભાગના ન્યૂઝ

નવી દિલ્હીઃ પર્મનેટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર કાર્ડ સાથે જોડવા માટેની સમયમર્યાદામાં વધારો કરાયો છે. 31 ડિસેમ્બર 2019 સુધી આધાર કાર્ડને પાન સાથે લીંક કરાવી શકાશે. આ સાતમી વખત સરકારે પાનકાર્ડને લીંક કરાવવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે.

31 ડિસેમ્બર સુધી પાનકાર્ડને આધાર સાથે લીંક કરી શકાશે..

By

Published : Sep 29, 2019, 3:17 PM IST

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટેની સમયમર્યાદામાં વધારો કરાયો છે. 31 ડિસેમ્બર 2019 સુધી આધાર કાર્ડને પાન સાથે લીંક કરાવી શકાશે. આ સાતમી વખત સરકારે પાનકાર્ડને લીંક કરાવવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે.

આવકવેરા માટે નીતિ નિર્ધારણ કરતી CBDT સંસ્થાએ આવક વેરો ભરવા માટે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવવો ફરજિયાત કર્યુ છે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે આધાર યોજનાને બંધારણીય રીતે માન્ય રાખી હતી અને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવવું ફરજિયાત કર્યુ હતું.

આવકવેરા કલમ 139AA (2) અનુસાર જે વ્યક્તિ પાસે 1 જુલાઈ 2017નું પાન કાર્ડ અને આધારકાર્ડ મેળવવાની લાયક હોય તેણે પોતાનો આધાર નંબર કર વિભાગના અધિકારીઓને આપવો અનિવાર્ય છે.

ABOUT THE AUTHOR

...view details