ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AN-32 એરક્રાફ્ટ ક્રેશમાં હરિયાણાનો પાયલટ જવાન શહીદ - AN32

પલવલ(હરિયાણા): ચીન સીમા નજીક આસામના જોરહાટથી સોમવારે અરૂણાચલના મેનચુકા સુધીની ઉડાન માટે ઇન્ડિયન એચરફોર્સ (IAF)નું AN-32 એરક્રાફ્ટ વિમાન ક્રેશ થયું હતું. તેમાં સવાર 29 વર્ષિય પાયલટ આશિષ તંવર શહિદ થયા હતા. 18મેના રોજ રજા માણીને તે પલવલથી પરત પોતાની ડ્યૂટી પર ગયા હતા. આશિષ તેના માતા-પિતાનો એક જ પુત્ર હતો.

hr

By

Published : Jun 5, 2019, 8:47 AM IST

AN-32 એરક્રાફ્ટ વિમાને સોમવારે 12:25 કલાકે આસમ સ્થિત જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી. ઇન્ડિયન એયરફોર્સે સુખોઇ-30 અને સી-130ના સ્પેશિયલ ઓપરેશનમાં ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો છે.

શહીદના કાકા

લાપતા વિમાન AN-32માં 8 ક્રૂ મેર્મ્બસ અને 5 યાત્રી સવાર હતા. ઉડાન ભર્યાની 35 મિનિટ બાદ વિમાનનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ ક્રેશ થયાની સૂચના મળી હતી.

સૌથી પહેલા તેમની પત્નીને મળી સૂચના
મંગળવારે લગભગ સાંજે 5:30ની આસપાસ આશિષ તંવરની સૂચના સૌથી પહેલા તેમની પત્નીને આપવામાં આવી હતી. સંધ્યા વાયુસેનામાં રડાર ઓપરેટરના પદ પર કાર્યરત છે.

ABOUT THE AUTHOR

...view details