- મંગળવારે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા અને ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા
- હિંસામાં 2 ખેડૂતોનાં મોત નિપજ્યા હતા, 70થી વધુ પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી
- પોલીસ દ્વારા CCTV ફૂટેજનાં આધારે હિંસામાં શામેલ લોકોની શોધખોળ હાથ ધરી
પલવાલ (હરિયાણા): મંગળવારે ટ્રેક્ટર પરેડ દરમિયાન સોફ્તા ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણનાં કેસમાં ગદપુરી પોલીસ મથકમાં આશરે એક હજાર લોકોનાં ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હત્યાનાં પ્રયાસ સહિત સરકારી કામમાં અવરોધ ઉભો કરવા સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે. ગડપુરી પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીએ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આ કેસ નોંધ્યો છે. અત્યાર સુધી પોલીસે કોઈ ખેડૂતની અટકાયત કે ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.