ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાલઘર કેસ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસની સ્થિતિનો રિપોર્ટ માગ્યો - મોબ લિંચિગ કેસ

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પાલઘર લિંચિંગ અંગેની ચાર્જશીટ રેકોર્ડ જમા કરાવવા અને પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસની વિગતો આપવા જણાવ્યું હતું.

પાલઘરની ઘટના
પાલઘરની ઘટના

By

Published : Aug 6, 2020, 4:50 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે સાધુઓ સહિત ત્રણ વ્યક્તિઓને મારમારીને હત્યા કરવાના મામલાની તપાસ અને તેમાં બેદરકારી દાખવતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યા હતા.

જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને આ કેસમાં દાખલ ચાર્જશીટ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે કહ્યું કે, તે રિપોર્ટની સમીક્ષા કરવા માગે છે.

કેન્દ્ર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, મીડિયા રિપોર્ટ અનુસાર આ કેસમાં દસ હજારથી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અદાલતે આ હકીકત પર વિચાર કરવો જોઇએ કે કોઈ પોલીસ કર્મચારી આ ગુનામાં સામેલ હતો કે પછી તેણે ફરજ પ્રત્યે બેદરકારી દાખવી. તે મુજબ કાર્યવાહી કરવી જરૂરી છે. ખંડપીઠે હવે આ મામલાને ત્રણ અઠવાડિયા પછી સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે પાલઘરમાં બે સાધુઓની હત્યાના આરોપસર આ તપાસ CBI અથવા NIA દ્વારા કરવામાં આવે તે વિશે દાખલ અરજીઓ પર 11 જૂને રાજ્ય સરકારનો જવાબ માગ્યો હતો.

આ ઘટનામાં મરનાર ત્રણ લોકો લોકડાઉન દરમિયાન મુંબઇમાં કાંદિવલીથી કારમાં ગુજરાતથી સુરત જઇ રહ્યા હતા. જ્યા તેમણે તેમના કોઇ સગાના અંતિમ સંસ્કારમાં સામેલ થવું હતું. તેમની ગાડીને ગઢચિંચલી ગામમાં 16 એપ્રિલના રોજ રાત્રે હાજર પોલિસની હાજરીમાં લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. જ્યા બે સાધુઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા લોકોમાં 70 વર્ષિય મહારાજ કલ્પવૃક્ષગિરિ, 35 વર્ષિય સુશીલ ગિરી મહારાજ અને 30 વર્ષીય નિલેશ તેલગડે કાર ચલાવતા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે સીબીઆઈ દ્વારા દાખલ અરજીની સુનાવણી કરતી વખતે મહારાષ્ટ્ર સરકારને તપાસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. આ કેસમાં મહારાષ્ટ્રની CIDએ 16 જુલાઇએ ધનુ તાલુકાની ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં 126 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી. CIDનો દાવો છે કે તેણે 808 શંકાસ્પદ અને 118 સાક્ષીઓની પૂછપરછ કર્યા બાદ આરોપીઓ સામે પુરાવા એકત્રિત કર્યા છે.

CID અનુસાર, તેમણે આ કેસમાં 154 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 11 સગીરની પણ ધરપકડ પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details