ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના મુખ્યપ્રધાને શિખર વાર્તા માટે મોદી-જિનપિંગનું સ્વાગત કર્યું - narendra modi xi jinping meeting

ચેન્નાઈ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના બે દિવસીય પ્રવાસે આવશે. 11 અને 12 ઓક્ટોબરે PM મોદી અને જિનપિંગની વચ્ચે બીજી અનૌપચારિક બેઠક થશે. તેમના પ્રવાસ પહેલા તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ ચેન્નાઈની નજીક થનારી શિખર વાર્તા પહેલા તેમના આગમનનું સ્વાગત કર્યું છે.

palani

By

Published : Oct 10, 2019, 9:28 AM IST

Updated : Oct 10, 2019, 9:43 AM IST

ઉલ્લેખનીય છે કે, પલાનીસ્વામી યજમાન મહાબલીપુરમની સાથે ચીનના સંબધોને યાદ કરતા કહ્યું કે, બંને દેશોના નેતાઓની મુલાકાત માટે આ યોગ્ય જગ્યા છે.

નોંધનીય છે કે, મોદી અને શી જિનપિંગની પ્રથમ અનૌપચારિક શિખર વાર્તા ગયા વર્ષે ચીનના વુહાન શહેરમાં યોજાઈ હતી.

આ પણ વાંચો...ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ ભારતની બે દિવસીય મુલાકાતે

પલાનીસ્વામીએ કહ્યું કે, ભારત -ચીનની વચ્ચે સંબધો સુઘારવા માટે તમિલનાડુના રાજ્યને પસંદ કરવો ગર્વની વાત છે. આથી દુનિયામાં અમારુ કદ વધી ગયું છે. મુખ્યપ્રધાને મુલાકાત માટે મહાબલીપુરમને પસંદ કરવા માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. પલાનીસ્વામીએ એક નિવેદનમાં કહ્યું કે, હું તમિલનાડુની જનતા અને રાજ્ય સરકાર તરફથી બંને વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરું છું.

પલાનીસ્વામીએ કહ્યું કે, આ એતિહાસિક સત્ય છે. ચીન અને તમિલનાડુ સદીઓથી વ્યાપાર અને સાંસ્કૃતિક સંબધોથી છે. ચીનના દુત યુઆન સુઆંગે પલ્લવાનો પ્રવાસ કર્યો હતો.

Last Updated : Oct 10, 2019, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details