ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું - જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાન વારંવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ વખતે પાકિસ્તાને પૂંછ જિલ્લાના મનકોટ સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

By

Published : Nov 7, 2020, 10:38 AM IST

  • પાકિસ્તાન દ્વારા ફરી સીઝફાયરનું ઉલ્લંઘન
  • જમ્મુ-કાશ્મીરના પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન
  • મોટી રાત્રે 02.30 વાગ્યે સીઝફાયરનું ઉલ્લંઘન

જમ્મુ-કાશ્મીર : પાકિસ્તાન વારંવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ વખતે પાકિસ્તાને પૂંછ જિલ્લાના મનકોટ સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. મોટી રાત્રે 02.30 વાગ્યે મનકોટ સેક્ટરમાં LOC પાસે નાના હથિયારથી ફાયરિંગ કર્યું હતું.ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો.

IB પર પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું

  • આ પહેલા ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાને લગભગ સાત કલાક સુધી ફાયરિંગ કરીને BSF ચોકીઓને નિશાન બનાવ્યું હતું. BSF જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો.
  • પાકિસ્તાનની 25 ચિનાબ રેન્જરોએ પપ્પુ ચક પોસ્ટથી રાત્રે 10 થી સવારે 5 વાગ્યા દરમિયાન અચાનક ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન, BSFની મનિયારી ચોકી અને તેની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details