જમ્મુ કાશ્મીર: પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની બાજુમાં ત્રણ સેક્ટરોમાં ગોળીબારી કરી છે. જોકે, આ ગોળીબારીમાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
જમ્મુ કાશ્મીર: પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેનાએ કર્યો ગોળીબારી - રક્ષાવિભાગના પ્રવક્તા
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાની બાજુમાં ત્રણ સેક્ટરોમાં ગોળીબારી કરીને યુદ્ધવિરામનું ઉલ્લંધન કર્યું હતું.

જમ્મુ કાશ્મીર : પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેનાએ કરી ગોળીબારી
રક્ષા વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે, સવારે 9 વાગ્યે સીમા પારથી શાહપુર, કિરની અને ડેગવાર સેક્ટરોમાં ગોળીબારી શરૂ થઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, નિયંત્રણ રેખાની રક્ષા કરી રહેલા ભારતીય સેનિકોએ આ ગોળીબારીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રવકતાએ કહ્યું કે, ભારત તરફથી કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી.