શ્રીગંગાનગર: ભારત-પાકિસ્તાન સીમા પર આવેલા એક ગામમાં પાકિસ્તાની કબૂતર મળી આવ્યું હતું. આ કબૂતર પાકિસ્તાન તરફથી ભારતની સીમા પર આવતું જોવા મળ્યું હતું. જેને ગામલોકોએ પકડીને BSFના અધિકારીઓને સોપવામાં આવ્યુંં હતું.
ભારત- પાકિસ્તાન સીમા પર ફરીએકવાર પાકિસ્તાની કબૂતર મળી આવ્યું - પાકિસ્તાની કબૂતર
ભારત- પાકિસ્તાન સીમા પર ફરીએકવાર પાકિસ્તાની કબૂતર મળી આવ્યું હતું. જેના પગમાં કંઈક અંકો પણ લખેલા હતા. આ કબૂતરને વનવિભાગની ટીમને સોંપવામાં આવ્યું હતું.
![ભારત- પાકિસ્તાન સીમા પર ફરીએકવાર પાકિસ્તાની કબૂતર મળી આવ્યું ભારત- પાકિસ્તાન સીમા પર ફરીએકવાર પાકિસ્તાની કબૂતર મળી આવ્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7417976-thumbnail-3x2-pak.jpg)
ભારત- પાકિસ્તાન સીમા પર ફરીએકવાર પાકિસ્તાની કબૂતર મળી આવ્યુ
ભારત- પાકિસ્તાન સીમા પર ફરીએકવાર પાકિસ્તાની કબૂતર મળી આવ્યુ
BSFના અધિકારીઓએ કબૂતરનું જીણવટભર્યુ નિરીક્ષણ કરતા તેના પગમાંથી આંકડા લખેલા જોવા મળ્યા હતા. હાલ તો કબૂતર સાથે અન્ય કોઈ ડિવાઈઝ કે વસ્તુ મળી આવી નથી. BSF અધિકારીઓએ કબૂતરને રાયસિંહનગર પોલીસને આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ પોલીસે તેને વન વિભાગની ટીમને સોપવાનું કહેતા અધિકારીઓએ કબૂતરને વન વિભાગને હવાલે કર્યુ હતું.
વારંવાર કબૂતર આવી જતા BSFના જવાનો પણ સર્તક થયા છે.