વારણસી: દેશને સ્વતંત્રતા મળ્યા બાદ જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન ભાગલા પડ્યા ત્યારે લાહોરથી એક હિન્દુ પરિવાર તેમના આરાધ્ય શિવને લઇને કાશીના શીતળા ઘાટ પર આવ્યો હતો, કાશી આવ્યા ત્યારે તેના માથાં પર છત નહોતી, ત્યારબાદ તેમણે શિવલિંગને ગંગામાં પ્રવાહિત કરવાનું વિચાર્યુ હતું. તે શિવલિંગને ગંગામાં પ્રવાહિત કરવા જઇ રહ્યો હતો, ત્યારે મલ્લાહોએ તેમને રોક્યા અને પછી શીતળા ઘાટ પર મહાદેવની સ્થાપના કરવામાં આવી, ત્યારથી આ મહાદેવ પાકિસ્તાની મહાદેવ બન્યા અને લોકો તેમની પૂજા કરવા લાગ્યાં.
આ અંગે મંદિરના પૂજારી અજય શર્માએ જણાવ્યું હતું કે, શ્રાવણના મહિનામાં હજારો શ્રધ્ધાળુઓ વિશેષ પૂજા અર્ચના કરે છે. શીતળા ઘાટ પર સ્નાન કર્યા બાદ શિવ પર જળ અર્પણ કરવાથી સૌ કોઇની મનોકામની પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનામાં શિવ પર વિવિધ સ્વરૂપોનો શણગાર કરવામાં આવે છે. જેની સાથે સાથે સવારે અને સાંજે શિવની સ્તૃતિ સાથે આરતી કરવામાં આવે છે.