ઘ્વસ્ત થયેલું આ ડ્રોન પાકિસ્તાની સરહદમાં જઈ પડ્યું હતું. આ જગ્યા બહાવલપુરની આજુબાજુની બતાવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલા પણ ગુજરાતની સરહદે એક ડ્રોન જોવા મળ્યો હતો. જેને સુરક્ષા જવાનોએ તોડી પાડ્યું હતું.
બિકાનેર સરહદે જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, સુખોઈએ ધ્વસ્ત કર્યુ ડ્રોન - pakistan
નવી દિલ્હી: સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતો હજુ પણ ચાલું છે. સોમવારે પાકિસ્તાનનું એક ડ્રોન બિકાનેર સરહદે જોવા મળ્યુ હતું. સજાગ સુરક્ષા જવાનોએ તેને તુરંત જ ઘ્વસ્ત કરી નાખ્યું હતુ. આ ઘટના સવારે સાડા અગિયાર વાગ્યાની છે. આ ડ્રોનને સુખોઈ 30 MKI દ્વારા તોડી પડાયું હતું.
drone
આપને જણાવી દઈએ કે, ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચરમ પર છે. પાકિસ્તાન સતત આંતકીઓની મદદ કરી રહ્યા છે. પોતાના સૈનિકોની મદદથી તેઓ ભારત પર પ્રેસર બનાવા માંગે છે. પણ તે સંભવ થતું નથી.