પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંધન કર્યુ છે. જેમાં પાકિસ્તાને સેનાની ચોકીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. પુંછ જિલ્લામાં શુક્રવારના રોજ લાઇન ઓફ કંન્ટ્રોલ પર પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જેનો ભારતીય સેનાએ વળતો જવાબ પણ આપ્યો હતો.
જમ્મુ કાશ્મીર: LOC પર પાકે ફરી કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન
શ્રીનગર: પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યો અને ફરી એક વાર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને ભારતીય સેનાની ચોકીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો.
FILE PHOTO
આસપાસના વિસ્તારોમાં રહેનાર લોકોનું કહેવુ છે કે, સવારે 8 વાગ્યે આ ફાઇરિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન લોકો ગોળીઓનો અવાજ સાંભળીને ઘરની બહાર આવી ગયા હતાં. સ્થાનિકો આવી ઘટનાઓથી પરેશાન થઇ ગયા છે.