અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે પાકિસ્તાને મોર્ટારથી સીઝફાયર કર્યુ હતું. આ ઘટનામાં સેનાના કેટલાક જવાન ઈજાગ્રસ્ત થયા હતાં. રવિવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ મેંધર સેક્ટરના બાલાકોટ ક્ષેત્રમાં નાના હથિયારોથી પાકિસ્તાની સેનાએ ગોળીબાર શરુ કર્યો હતો. ભારતની સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકની નાપાક હરકત, પૂંછમાં પાકિસ્તાન સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન - ભારત સેના
શ્રીનગરઃ પાકિસ્તાનની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. રવિવારે રાત્રે ફરીવાર પાક સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) ને અડીને આવેલા ગામડાઓમાં આવેલી ચોકીઓ પર મોર્ટાર વડે ફાયર કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે.
પૂંછમાં પાકિસ્તાન સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન
સેનાના અધિકારીએ માહિતી આપી હતી કે, કેટલાક જવાનો લાઇન ઓફ કંટ્રોલ ઉપર તૈનાત હતા. તે દરમિયાન નજીકમાં મોર્ટારથી હુમલો થતાં કેટલાક સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતાં.
Last Updated : Sep 16, 2019, 2:21 PM IST