પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા છે અને બે મકાનને નુકશાન થયું છે.
જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને કરેલા ફાયરીંગમાં બે જવાન શહીદ, 1 નાગરીકનું મોત - પાકની નાપાક હરકત
શ્રીનગરઃ પાકિસ્તાની સૈનિકોએ સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કરી જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં રવિવારના રોજ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે જવાન શહીદ થયા હતા અને એક નાગરીકનું મોત થયું છે.
જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને કરેલા ફાયરીંગમાં બે જવાન શહીદ, 1 નાગરીકનું મોત
આ પહેલા પાકિસ્તાને શનિવારના રોજ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતની ચોકીઓને નિશાન બનાવી સંઘર્ષ વિરામનું ઉલ્લઘન કર્યું હતું.
પાકિસ્તાને શનિવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે હિરાનગર સેક્ટરના મન્યારી-ચોરગલી વિસ્તારમાં ફાયરિંગ શરૂ કરી હતી અને થોડી-થોડી વારે ફાયરિંગ ચાલતુ રહ્યું હતું.