ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ કઠુઆ જિલ્લામાં પાકિસ્તાને કર્યુ સંઘર્ષ વિરામનું ઉલ્લંધન - Kashmir Latest News

શ્રીનગરઃ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતની આગળની ચોકીઓ અને ગામડાઓને પોતાના નિશાને લીધા હતા અને ફરી એકવાર સંઘર્ષવિરામનું ઉલ્લધન કર્યું છે.

જમ્મુ-કાશ્મીરઃ કઠુઆ જિલ્લામાં પાકિસ્તાનએ કર્યુ સંઘર્ષ વિરામનું ઉલ્લધન

By

Published : Oct 19, 2019, 2:43 PM IST

પાકિસ્તાને કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સંઘર્ષવિરામનું ઉલ્લઘન કર્યુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાને છેલ્લી રાત્રીના લગભગ સાડા સાત વાગ્યે હીરાનગર સેક્ટરના મન્યારી-ચોરગલી વિસ્તારમાં અકારણ ગોળીબારી ચાલુ કરી હતી, જે રાતભર થોડી-થોડી વારે ચાલતી રહી હતી.

તેમને જણાવ્યું કે સરહદના સુરક્ષાબળ(BSF)એ આ હુમલાનો બરાબર જવાબ આપ્યો હતો.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં કોઇને નુકશાન થવાના સમાચાર મળ્યા નથી અને આ ગોળીબારી સવારે 4 વાગ્યે બંધ થઇ હોવાની જાણકારી મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details