ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાને સીઝ ફાયરનું ફરીથી કર્યુ ઉલ્લંઘન, સેનાએ આપ્યો વળતો જવાબ - પાકિસ્તાને સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન

પાકિસ્તાને ફરી એકવાર બારામુલ્લામાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જેનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે.

પાકિસ્તાને સીઝ ફાયરનું ફરીથી કર્યુ ઉલ્લંઘન
પાકિસ્તાને સીઝ ફાયરનું ફરીથી કર્યુ ઉલ્લંઘન

By

Published : Jun 12, 2020, 9:09 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના રામપુર સેક્ટરમાં કંટ્રોલ લાઇન નજીક શુક્રવારે સવારે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.જે બાદ ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

બીજી તરફ, ઉરી સેક્ટરમાં સીમાપારના ગોળીબારમાં 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ઘાયલ થઈ છે.મૃતક મહિલાની ઓળખ અકરર બેગમ રીતે થઇ છે

સૈન્ય અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના રામપુર સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે.આ પહેલા પાકિસ્તાન આર્મીએ બુધવારે રાત્રે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને જમ્મુ-કાશ્મીરની સરહદ પર ફાયરિંગ કર્યું હતું. આમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે એક સૈનિક અને એક સામાન્ય નાગરિક ઘાયલ થયા હતા.

પાકિસ્તાની સૈનિકોએ ભારે હથિયારોથી ફાયરિંગ કર્યું હતું અને રાજૌરી, પૂંછ અને કઠુઆમાં ગોળીબારી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details