શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આજે વહેલી સવારે પાકિસ્તાને બાલાકોટ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નિયંત્રણ રેખા નજીક મોર્ટાર સાથે નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. જેની સામે ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
પાકિસ્કોને પૂંછમાં કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ - પાકિસ્તાને બાલાકોટ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્કાને નિયંત્રણ રેખા નજીક મોર્ટાર અને શેલિંગ દ્વારા બાલાકોટ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
પાક દ્વારા પૂંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાનની નફ્ફટાઈ દિવસેને દિવસે વધી રહી છે. પાકિસ્તાનની સેનાએ બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ લાઇન પર કોઈ ઉશ્કેરણી કર્યા વિના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને નાના હથિયારોથી ફાયરિંગ કર્યુ હતું. તેમજ તેમણે સરહદ પારથી મોર્ટાર પણ ચલાવ્યા હતા.
આ અગાઉ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લાના આગળના વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. જો કે, હંમેશાની જેમ, ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.