આ ઘટના સંદર્ભે સેનાના અધિકારીઓએ માહિતી આપી હતી કે, પાકિસ્તાન દ્નારા થયેલા સીઝફાયરમાં ભારતીય સેનાના જવાન શહીદ થયા હતાં. આ ઉપરાંત આ અથડામણમાં ચાર જવાનો પણ ઘાયલ થયા હતાં. ભારતીય સેનાએ પણ આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાને યુધ્ધવિરામનું કર્યુ ઉલ્લંઘન, ભારતીય સેનાના એક જવાન શહીદ - યુધ્ધવિરામ
શ્રીનગરઃ પાકિસ્તાન સતત યુધ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. મંગળવારે પુંછ વિસ્તારના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભારતીય સેનાનાં એક જવાન શહીદ થયા હતાં.
પાકિસ્તાને યુધ્ધવિરામનું કર્યુ ઉલ્લંઘનઃ ભારતીય સેનાના એક જવાન શહીદ,4 ઘાયલ
નોંધનીય છે કે, કલમ 370 રદ કર્યા પછી પાકિસ્તાન ગભરાયેલું છે. પાક દ્વારા સતત સીઝફાયર કરી ગોળીબાર કરાઈ રહ્યો છે.