જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને પૂંછ જિલ્લાના શાહપુર અને કિરની સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. જેની સામે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની તરફથી ઘુસણખારી કરતાં આતંકવાદીની યોજનાને સુરક્ષાદળો નિષ્ફળ કરી હતી અને આતંકીવાદીઓની સામે કરેલી જવાબી કાર્યવાહીમાં એક આતંકી ઠાર થયો હતો.
જમ્મુ-કાશ્મીરના LOC વિસ્તારોમાં પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન - જમ્મુ કાશ્મીર ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરમાં LOCના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાએ એકવાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાને આજે સવારે લગભગ 9:30 કલાકે ફાયરિંગ શરૂ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, દેશની નિયત્રંણ રેખા (LOC)ના 400 મીટરની અંદર આવ્યા બાદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં એક આતંકીનું મોત થયું હતું. સુરક્ષાદળોએ તેની પાસેથી 1 AK47 રાયફલ અને મેગઝીન જપ્ત કર્યાં હતાં.
જમ્મુ-કાશ્મીરમં બુધવારે એકવાર ફરી CRPFએ પર આતંકી હુમલો થયો હતો. આ ઘટના સોપોરના મોડલ ટાઉન ક્ષેત્રના રેબાનમાં બની હતી. જેમાં એક જવાન શહીદ થયો હતો. આ ઉપરાંત એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું હતું. આ હુમલા બાદ સુરક્ષાદળોએ ક્ષેત્રમાં સર્ચ ઓપરેશ હાથ ધર્યુ હતું. પોલીસના જણાવ્યાનુસાર, આ હુમલા પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાનો હાથ છે.