ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બારામુલ્લામાં પાક દ્વારા શસ્ત્રવિરામનું ઉલ્લંઘન, જવાન શહિદ - જવાન શહિદ

શ્રીનગરઃ રવિવારે જમ્મુ કાશ્મીરના બારામુલ્લા સરહદી વિસ્તારમાં પાક આર્મીએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. જેમાં સેનાના એક જવાન શહિદ થયા હતાં.

બારામુલ્લામાં પાક દ્વારા શસ્ત્રવિરામનું ઉલ્લંઘન, જવાન શહિદ

By

Published : Oct 14, 2019, 8:20 AM IST

રવિવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. આ અથડામણમા સૈન્યના જવાનને ઈજા થઈ હતી. જેને સારવાર માટે ખસેડાયો હતો. સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું.

સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન સૈનિકોએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય પોસ્ટ્સ પર પાકે ગોળીબાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details