ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના LOC નજીક યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંધન - પૂંચ જમ્મુ કાશ્મીર માં પાકિસ્તાન દ્વારા આક્રમણ

જમ્મુ કાશ્મીરના પૂંચમાં આવેલી લાઈન ઑફ કન્ટ્રોલ પર રવિવારે ફરી એકવાર પાકિસ્તાને ગોળીબાર કરી યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. પાકિસ્તાનની સેનાના જવાનો દ્વારા નાના હથિયારો અને મોર્ટારનો ઉપયોગ કરી હુમલો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને કાશ્મીરના પૂંચમાં એલઓસી પાસે યુદ્ધવિરામનો કર્યો ભંગ
પાકિસ્તાને કાશ્મીરના પૂંચમાં એલઓસી પાસે યુદ્ધવિરામનો કર્યો ભંગ

By

Published : Aug 9, 2020, 1:20 PM IST

શ્રીનગર: સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, રવિવારે સવારે લગભગ 6.45 કલાકે પાકિસ્તાને પૂંચ જિલ્લાના માનકોટ સેક્ટરમાં LOC પર ગોળીબાર કરી યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ કાર્યવાહીમાં નાના હથિયારો અને મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. જેનો ભારતીય સેનાના જવાનોએ પણ સામે જવાબ આપ્યો હતો.

પાકિસ્તાને કાશ્મીરના પૂંચમાં એલઓસી પાસે યુદ્ધવિરામનો કર્યો ભંગ

આ પહેલા પણ 7મી ઓગસ્ટે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આવેલી ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો, તો છઠી ઑગસ્ટે માનઢેર સેક્ટર પાસે નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો. તેમજ પૂંચમાં 5 ઑગસ્ટે પણ ગોળીબાર કરી યુદ્ધવિરામ ભંગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં પાકિસ્તાને 2,720 વાર યુદ્ધવિરામ ભંગ કર્યો છે. જેમાં 21 નાગરિકોના મોત થયા છે, જ્યારે 94 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે.

ABOUT THE AUTHOR

...view details