પાકિસ્તાનની જેલમાં કેદ 20 ભારતીય માછીમારોને છોડી મુકવાનો નિર્ણય લીધો છે. ટુંક સમયમાં ભારતીય અધિકારીઓને સોપશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય માછીમારોને પાકિસ્તાનની મેરીટાઈમ સિક્યારિટી એજન્સીએ ગત વર્ષે પડક્યા હતા. આ માછીમારો ભૂલથી ભારતની સરહદ પાર કરી, પાકિસ્તાન પહોંચી ગયા હતા.
માછીમારોને ઈધી ફાઉન્ડેશનને સોપવામાં આવ્યા
આ માછીમારોને લાહોરના મારિલ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. ભારતીય સમયપ્રમાણ મુજબ તેમને સાંજે 3 વાગે છોડવામાં આવશે.
અધિકારીઓએ આ માછીમારોને સુરક્ષિત પહોંચાડવા માટે નોન પ્રફિટ ઑર્ગેનાઈઝેશન(ઈધી ફાઉન્ડેશન)ને સોપવામાં આવ્યા હતા.