FATF દ્વારા શુક્રવારે નોટિસ મળવાથી પાકિસ્તાન નિરાશ થયું છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું હતું કે ભારત ઈચ્છે છે કે પાકિસ્તાનને FATFમાંથી બ્લેક લીસ્ટ કરવામાં આવે. પરંતુ પાક સરકાર સમયસર તમામ લક્ષ્યો હાંસલ કરશે અને દેશને ગ્રે સૂચિમાંથી બહાર કરશે. FATFએ સરકાર દ્વારા થતા હવાલા કાંડ અને આતંકવાદી ભંડોળને નિયત્રંણ માટે લીધેલા પગલાને સ્વીકાર્યા છે. FATFની બેઠકમાં ઘણા દેશોએ પાકિસ્તાનની ધરતી પર આતંકવાદી ભંડોળ માટે પૂરતા પગલાં લેશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
કુરેશીએ ભારત પર આરોપ લગાવ્યો હતો કે, ભારત ઈચ્છે કે પાકિસ્તાન બ્લેક લીસ્ટ થઈ જાય. પાકિસ્તાનને શુક્રવારે FATFના વડા મથક પેરિસ દ્વારા નોટિસ મોકલવામાં હતી. નોટિસમાં FATFએ કહ્યું હતું કે, જો પાકિસ્તાન ફેબ્રુઆરી સુધીમાં આતંકવાદી ભંડોળને અંકુશમાં નહીં રાખે તો, તેને બ્લેક લીસ્ટ કરવામાં આવશે. FATFના પૂર્ણ સમિતિએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી જૂથો કાર્યરત છે. ભંડોળને અંકુશમાં રાખવા માટે અપાયેલી 27 કાર્યસુચિમાંથી, ફક્ત પાંચ જ પૂર્ણ થઈ છે, જે ભારતમાં ઘણા આતંકવાદી હુમલા માટે જવાબદાર છે.
'FATF' શું છે?
FATFએ પેરિસની એક આંતર સરકારી સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 1989માં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનું ગૌરવ જાળવવા, ધનશોધન સામે લડવા, આતંકવાદી ભંડોળને રોકવા અને અન્ય ધાક ધમકીઓ પર રોક લગાવવા માટે બનાવવામાં આવી હતી.